જાવું છે પાછુ એ સમય માં ,
જ્યારે "ઓટલે" આપણો અડ્ડો જામતો ,
અને " ઓમકાર " માં મેહ્ફીલો !
"ઈલયટ પાર્ક" માં ક્રિકેટ ની ધૂમ ,
અને સાંજે "પત્તા" ની જમાવટ !
જાવું છે પાછુ એ સમય માં ,
જ્યારે હાર્દિક નાં ઘરે રાત્રે ચર્ચાઓ થતી,
જ્યારે ગૌરવ નાં નામે મઝાક થતી ,
જ્યારે આશિષ ના મુખ પર રેહતી શાંતિ ,
અને ધવલ ના ફટફટિયા પર કરેલ અનેક ક્રાંતિ ..
જાવું છે પાછુ એ સમય માં
જ્યારે લાગણી હતી બધા માટે ,
જાવું છે પાછુ એ સમય માં
જ્યારે સમય હતો બધા પાસે !
Copyright :Arpit Shah