તારા ખાતર , આખું જીવન અર્પિત કર્યું ,પણ તે બે ક્ષણ પણ સમર્પિત નાં કર્યા,
જીવન નો આ કેવો ન્યાય છે ?
જેના માટે પલ-પલ જીવ્યું , એજ જીવન નાં અંત નું કારણ બન્યું.. !
આમાં તારો કંઈ વાંક નથી ,વાંક બધો મારો છે,
બધો સમય તારા ઉપર જે મેં આપ્યો એ મારી ભૂલ,
તારી ચિંતા કરી, એ મારી ભૂલ,
તારા શબ્દો ની રાહ માં કલાકો વ્યર્થ કર્યા , એ મારી ભૂલ ,
તારા દર્શ માટે દિવસો વિતાવ્યા , એ મારી ભૂલ,
તારા તરછોડ્યા બાદ પણ , લાગણી નાં છુટી, એ મારી ભૂલ ,
આ ભૂલો નો સરવાળો , એ પણ મારી ભૂલ,
જેની માફી પણ ઝીંદગી માં નહિ માંગુ, આવી મારી ભૂલ !
Copyright: Arpit Shah
No comments:
Post a Comment