જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું , હું તેથી જીવંત છું ,
ખુશ્બુ હજી છે બાકી , જો સુંઘી શકો મને ,
હું પાનખર નથી , વીતેલી વસંત છું ..
હદ્દ થી વધી જઈશ તો , તરતજ મટી જઈશ ,
બિંદુ ની મધ્ય માં છું, તેથી અનંત છું ...
રસ્તે પલાઠી વાળી, ને બેઠો છું હું મારી ,
ને આમ જોઈએ તો , નાં સાધુ નાં સંત છું ...
જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું , હું તેથી જીવંત છું ,
No comments:
Post a Comment