Monday, March 14, 2011

પાગલ

ગાંડો કહે કોઈ , કોઈ કહે પાગલ ,
શબ્દ બાણ થી લોકો ના , થઇ ગયો ઘાયલ .

સમજી શકે ના કોઈ ને ,ના સમજી શકે એને કોઈ !
ફરતો રહે એકલો , ના એનું કોઈ સાથી
નાં એનું કોઈ વ્યક્તિત્વ , નાં પેહચાન ,
પોતાની મશ્કરી થી , કરે સહુ ને પરેશાન !
નિર્મળતા ઝળકે એના મુખ થી ,
બાળક જેવી માસુમિયત , પણ પ્રેમ આપે ના કોઈ !
કરુણતા શું વ્યક્ત કરે પોતાની,
જ્યારે પોકારે નામ થી નહિ , પણ કહી ને પાગલ  ?
શબ્દ બાણ થી લોકો ના , બિચારો થઇ ગયો ઘાયલ .

Tuesday, March 8, 2011

શબ્દ - તીર


પ્રભાવિત થાય મન અગર ચંદ શબ્દો થી ,
રિસાઈ પણ શકે , શબ્દો થી ,
શબ્દો છે તીર જેવા ,
અગર લાગે તો , "આહ !" નીકળે હૃદય થી ,

ફક્ત જાણીતા નહિ ,
પણ અજાણ્યા નાં પણ શબ્દો લાગે દિલ ને ,
શબ્દો માં તાકાત છે , કળવાહટ ઉમેરવાની ,
અગર લાગે તો , "આહ !" નીકળે હૃદય થી ,

કરો નહિ પ્રયોગ શબ્દો નો , જ્યાં આવશ્યકતા હોતી નથી ,
શબ્દો નો મર્મ સમજ્યા વિના , નીકાળવા નહિ મુખ થી ,
"અર્પિત" કરવા તો એજ શબ્દો , જેથી વધે ખુશી ,
શબ્દો છે તીર જેવા ,
અગર લાગે તો , "આહ !" નીકળે હૃદય થી