Poem by an unknown Poet.....but an excellent one!!
દિલ પૂછે છે મારું ,અરે દોસ્ત ! તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ,સામે કબર દેખાય છે .
ના વ્યવહાર સચવાય છે ,ના તહેવાર સચવાય છે ,
દિવાળી હોય કે હોળી, બધું ઓફીસ માંજ ઉજવાય છે .
આ બધું તો ઠીક હતું, પણ હદ્દ તો ત્યાં થાય છે,
લગન ની મળે કંકોતરી,ત્યાં શ્રીમંત માં પણ માંડ જવાય છે .
પાંચ આંકડાના પગાર છે ,પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે ,
પત્ની નો ફોને ૨ મિનીટ માં કાપીએ છે ,પણ client નો કોલ ક્યાં કપાય છે ?
Phonebook ભરી છે મિત્રો થી, પણ કોઈના એ ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘર ના પ્રસંગો પણ Half day માં ઉજવાય છે .
બદલાતા આ પ્રવાહ માં,આપના સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે,સંસ્કૃતિ કોને કહેવાય છે .
એક વાર તો દિલ ને સાંભળો , બાકી મન તો કાયમ મુનજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લઈએ, મને હજુય સમય બાકી દેખાય છે .
દિલ પૂછે છે મારું ,અરે દોસ્ત ! તું ક્યાં જાય છે ?
જરાક તો નજર નાખ,સામે કબર દેખાય છે .
Thursday, November 11, 2010
Thursday, November 4, 2010
અમાવસ્યા
અંધકાર દુર કરવા ,દિપક ઘણા પ્રગટાવ્યા ,
પણ હૃદય ના અંધકાર કેવી રીતે ઉજાળવા ?
ઘુટન મેહસૂસ કરે છે મન મૂંઝવણ માં,
ક્યારે થાશે અંતર નાં અજવાળા ?
ગુંજી રહ્યું છે ગગન , હંસી નાં રણકાર માં ,
એમાં ક્યાં સંભળાય , અવાજ રુદન નાં ?
મિષ્ટાન થી મીઠા થાય રહ્યા છે મુખ સૌ ના ,
એમાં એક હલકી કડવાહટ લાગે ક્યાં ?
ઉજવાઈ રહ્યા છે , પર્વ સમૃદ્ધિ નાં ,
પણ ખોણે પડેલી દરિદ્રતા દેખાય ક્યાં ?
Copyright : Arpit Shah
Subscribe to:
Posts (Atom)