Wednesday, November 17, 2010

હિંસા નાં ત્યોહાર

"તે જીવનનો નાશ કરવાનો આપણને કોઈ અધિકાર નથી , જેને આપવાની શક્તિ નાં હોય !"

જીવ છે એના માં પણ ,
દર્દ થાય એને પણ ,
ધૃજી ઉઠે છે એનું શરીર ,
જ્યારે મૌત સામે દેખાય છે !

આંખ થી વહે છે આંસુ !
પણ એ અબોલ પશુ શું કરે ?
તડફડે એના કૈદ માં,
બીજું કંઈ નાં કરી શકે !

કોઈ મારે તમને થપ્પડ ,
તો તમે સામે બે મારો !
પણ એ મુક પશુ ,
કંઈ નાં કહી શકે , ફક્ત રડી શકે !

શું જમાનો છે આ ! 
જ્યાં ધોવાય ગઈ  કરુણતા !
જ્યાં આનંદ આવે , હત્યા માં !
ત્યોહારો ઉજવાય , લોઈ ની નદિયોં માં!

એટલોજ શોખ છે "બલી" નો ,
તો આપો પોતાના અહંકાર ની બલી !,
આપો પોતાના ક્રોધ ની બલી ,!
આપો પોતાની માયા ની બલી,!
આપો અજ્ઞાનતા ની બલી !
નાં! પણ તમે તો આપશો મુક પશુઓ ની બલી!

કોઈ ને મારતા પેહલા , સૌ વાર વિચારજો!
એ જીવ પણ કોઈ ની સંતાન છે !
એ જીવ પણ કોઈ ની માં છે !
એ જીવ માં પણ જીવ છે !

Copyright: Arpit Shah

2 comments:

  1. એટલોજ શોખ છે "બલી" નો ,
    તો આપો પોતાના અહંકાર ની બલી !,
    આપો પોતાના ક્રોધ ની બલી ,!
    આપો પોતાની માયા ની બલી,!
    આપો અજ્ઞાનતા ની બલી !
    નાં! પણ તમે તો આપશો મુક પશુઓ ની બલી! SO TRUE...Y D SELFISH PPL DN'T UNDERSTAND...

    ReplyDelete
  2. અનુમોદના

    અનુમોદના

    અનુમોદના વાર મ વાર

    આપ ની આ કાવ્ય રચના પર

    ReplyDelete