મીઠી-મીઠી ધરતી ની મહેક !,
છમ-છમ લેહારતા વૃક્ષ !
સન-સન કરતી હવાઓ !
ખોલે મારા અંતર પટ !
મયુર જેમ મન કરે છે નૃત્ય આજે !,
ચોતરફ વાદળા નાં અંધકાર ચીરતો,
ઇન્દ્રધનુષ ગગન માં શોભી રહ્યો ,
પક્ષિયોં નો મધુર કલરવ, ગૂંજે આ આકાશે !
મેઘ મલ્હાર નાં સુરો , મારા મન ને ઠંડક આપે !
આ ઠંડી બૂંદો થી મળે એવી શાતા !
આનંદ ઉપજે છે , તન માં આજે,
મયુર જેમ મન કરે છે નૃત્ય આજે !
-Copyright : Arpit Shah 2010
No comments:
Post a Comment