જેના સાથ વગર ચાલે નહિ , એને તરછોડી નાખે આ માનવી !
અભિમાન અને સ્વાર્થ માં રસ-તરબોળ છે આ માનવી ,
પરદયા ભુલાવી , પોતાનીજ દુનિયા માં વસેલો આ માનવી ,
પોતાની રીત સાચી કરવા , બધું ભૂલી જાય આ માનવી ,
જિદ્દ માં આવી , પોતે રચેલા ઉદ્દેશો નું ઉલ્લંઘન કરે આ માનવી !
પૈસા ખાતર પ્રેમ ને ત્યાગે આ માનવી !
પોતાનું અહં સાચવવા , સ્વજનો દ્વારા આપેલું માન ભૂલે આ માનવી !
વર્ષો નો સાથ ભુલાવી , નવી શરૂઆત રચે , આ માનવી !
કેવો આ આજ નો માનવી !
No comments:
Post a Comment