Saturday, December 18, 2010

એકલો ઉભો તોફાન મધ્યે , દીવડો કેટલી વાર જલસે ?

એકલો ઉભો તોફાન મધ્યે , દીવડો કેટલી વાર જલસે ?
હવા સમે એની લૌ , કેટલી વાર ટકશે ?
અંતે બુઝાઉં પડશે , તેજ હવા ના ફટકાર સામેં..

વીંઝતો હવા ના પ્રકોપ ,
વર્ષા નાં બાણ,
અને લેહરો ની ઉછાળ,
એકલો ઉભો તોફાન મધ્યે , દીવડો કેટલી વાર જલસે ?

નથી કોઈની બે હથેળી , એની પાસે ,
જે એની લૌ ઢાંકી શકે , 
જે બચાવે તેને , તોફાન ના પ્રકોપ સામે  ,
એકલો ઉભો તોફાન મધ્યે , દીવડો કેટલી વાર જલસે ?

Coypright: Arpit Shah

Wednesday, November 24, 2010

‎"तू नहीं केरा, कोई नहीं तेरा, क्या करे मेरा-मेरा ?"

હું રોજ પુછુ એક સવાલ મારી આત્મા ને ,
કે મારું કોણ થયું આ સ્વાર્થી વિશ્વ માં ?
તો એક દિવસ મારી આત્મા મને પૂછે ,
કે આ જગ માં તું કોનો થયો ?

અચરજ માં પડી ગયો આ પ્રશ્ન થી હું !
માંગુ છુ હું સૌ થી ! આશા બાંધી છે સૌ થી !
પણ કર્યું શું મેં બીજા માટે આજ સુધી ?

જવાબ માં કોઈ ઉત્તર નાં મળે !
જીંદગી માં ફક્ત દેખાળ કર્યો !
પોતાના સ્વાર્થ ખાતર રિશ્તા બાંધ્યા!
પોતાનો અહંકાર જાળવવા રીશ્તાઓ તોડ્યા !
પળ-પળ દંભ કર્યો !

ત્યારે સંત કબીર ની પંક્તિ આવી યાદ મને  ,
મારું-મારું કહી ને શું મળ્યું મને ?
"तू नहीं केरा, कोई नहीं तेरा, क्या करे मेरा-मेरा ?"

Wednesday, November 17, 2010

હિંસા નાં ત્યોહાર

"તે જીવનનો નાશ કરવાનો આપણને કોઈ અધિકાર નથી , જેને આપવાની શક્તિ નાં હોય !"

જીવ છે એના માં પણ ,
દર્દ થાય એને પણ ,
ધૃજી ઉઠે છે એનું શરીર ,
જ્યારે મૌત સામે દેખાય છે !

આંખ થી વહે છે આંસુ !
પણ એ અબોલ પશુ શું કરે ?
તડફડે એના કૈદ માં,
બીજું કંઈ નાં કરી શકે !

કોઈ મારે તમને થપ્પડ ,
તો તમે સામે બે મારો !
પણ એ મુક પશુ ,
કંઈ નાં કહી શકે , ફક્ત રડી શકે !

શું જમાનો છે આ ! 
જ્યાં ધોવાય ગઈ  કરુણતા !
જ્યાં આનંદ આવે , હત્યા માં !
ત્યોહારો ઉજવાય , લોઈ ની નદિયોં માં!

એટલોજ શોખ છે "બલી" નો ,
તો આપો પોતાના અહંકાર ની બલી !,
આપો પોતાના ક્રોધ ની બલી ,!
આપો પોતાની માયા ની બલી,!
આપો અજ્ઞાનતા ની બલી !
નાં! પણ તમે તો આપશો મુક પશુઓ ની બલી!

કોઈ ને મારતા પેહલા , સૌ વાર વિચારજો!
એ જીવ પણ કોઈ ની સંતાન છે !
એ જીવ પણ કોઈ ની માં છે !
એ જીવ માં પણ જીવ છે !

Copyright: Arpit Shah

Thursday, November 11, 2010

દિલ પૂછે છે મારું ,અરે દોસ્ત ! તું ક્યાં જાય છે ?

Poem by an unknown Poet.....but an excellent one!!


દિલ પૂછે છે મારું ,અરે દોસ્ત ! તું  ક્યાં જાય  છે ?
જરાક તો નજર નાખ,સામે કબર દેખાય છે .

ના વ્યવહાર સચવાય છે ,ના તહેવાર સચવાય છે ,
દિવાળી હોય કે હોળી, બધું ઓફીસ માંજ ઉજવાય છે .

આ બધું તો ઠીક હતું, પણ હદ્દ તો ત્યાં થાય છે,
લગન ની મળે કંકોતરી,ત્યાં શ્રીમંત માં પણ માંડ જવાય છે .

પાંચ આંકડાના પગાર છે ,પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે ,
પત્ની નો ફોને ૨ મિનીટ માં કાપીએ છે ,પણ  client નો  કોલ ક્યાં કપાય છે ?

Phonebook ભરી છે મિત્રો થી, પણ કોઈના એ ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘર ના પ્રસંગો પણ  Half day માં ઉજવાય છે .

બદલાતા આ પ્રવાહ માં,આપના સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે,સંસ્કૃતિ કોને કહેવાય છે .

એક વાર તો  દિલ ને સાંભળો , બાકી મન તો કાયમ મુનજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લઈએ, મને હજુય સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારું ,અરે દોસ્ત ! તું  ક્યાં જાય  છે ?
જરાક તો નજર નાખ,સામે કબર દેખાય છે .

Thursday, November 4, 2010

અમાવસ્યા

અંધકાર દુર કરવા ,દિપક ઘણા પ્રગટાવ્યા ,
પણ હૃદય ના અંધકાર કેવી રીતે ઉજાળવા ?

ઘુટન મેહસૂસ કરે છે મન મૂંઝવણ માં,
ક્યારે થાશે અંતર નાં અજવાળા ?

ગુંજી રહ્યું છે ગગન , હંસી નાં રણકાર માં ,
એમાં ક્યાં સંભળાય , અવાજ રુદન નાં ?

મિષ્ટાન થી મીઠા થાય રહ્યા છે મુખ સૌ ના ,
એમાં એક હલકી કડવાહટ લાગે ક્યાં ?

ઉજવાઈ રહ્યા છે , પર્વ સમૃદ્ધિ નાં ,
પણ ખોણે પડેલી દરિદ્રતા દેખાય ક્યાં ?

Copyright : Arpit Shah

Wednesday, October 27, 2010

જાવું છે પાછુ એ સમય માં.....

Dedicated to Hardik, Gaurav, Ashish, Dhawal and all my mates, lets revisit our memories :)


જાવું છે પાછુ એ સમય માં ,
જ્યારે "ઓટલે" આપણો અડ્ડો જામતો  ,
અને " ઓમકાર " માં મેહ્ફીલો !
"ઈલયટ પાર્ક" માં ક્રિકેટ ની ધૂમ ,
અને  સાંજે "પત્તા" ની જમાવટ !

જાવું છે પાછુ એ સમય માં ,
જ્યારે હાર્દિક નાં ઘરે રાત્રે ચર્ચાઓ થતી,
જ્યારે ગૌરવ નાં નામે મઝાક થતી ,
જ્યારે આશિષ ના મુખ પર રેહતી શાંતિ ,
અને ધવલ ના ફટફટિયા પર કરેલ અનેક ક્રાંતિ ..

જાવું છે પાછુ એ સમય માં 
 જ્યારે લાગણી હતી બધા માટે ,
જાવું છે પાછુ એ સમય માં 
જ્યારે સમય હતો બધા પાસે !

Copyright :Arpit Shah

Sunday, October 24, 2010

આવી મારી ભૂલ !

રડ્યો હતો હું તારા માટે , પણ તે વળી ને પણ નાં જોયું !
તારા ખાતર , આખું જીવન અર્પિત કર્યું ,પણ તે બે ક્ષણ પણ સમર્પિત નાં કર્યા,
જીવન નો આ કેવો ન્યાય છે ? 
જેના માટે પલ-પલ જીવ્યું , એજ  જીવન નાં અંત નું કારણ બન્યું.. !

આમાં તારો કંઈ વાંક નથી ,વાંક બધો મારો છે,
બધો સમય તારા ઉપર જે મેં આપ્યો એ મારી ભૂલ,
તારી ચિંતા કરી, એ મારી ભૂલ,
તારા શબ્દો ની રાહ માં કલાકો વ્યર્થ  કર્યા , એ મારી ભૂલ ,
તારા દર્શ માટે દિવસો વિતાવ્યા , એ મારી ભૂલ,
તારા તરછોડ્યા બાદ પણ , લાગણી નાં છુટી, એ મારી ભૂલ ,
આ ભૂલો નો સરવાળો , એ પણ મારી ભૂલ,
જેની માફી પણ ઝીંદગી માં નહિ માંગુ, આવી મારી ભૂલ !

Copyright: Arpit Shah 

Monday, October 11, 2010

ભિખારી

કદી મંદિર નાં આંગણે ઉભો , કદી ચાર રસ્તે,
જીવન નિર્વાહ ખાતર , દર-દર ભટકે ,
આંખે કરુણતા , મુખે દુખ ટપકે ,
ફાટેલા કપડા માં , મુખ થી દુખડા રણકે ,
એક રુપયા ખાતર , હાથ જોડી વિનંતી કરે ,
રોટલી નાં એક ટુકડા માટે નયન તરસે ,
પોતાની લાચારી દર્શાવી ,જીવ જાળવી રાખે, 
સડક ઘર , આસમાન છત  સમજે ,
સ્ટ્રીટ લાઈટ ની રોશની માં પણ જીવન અંધકાર સમજે ,
કદી દુઆ આપે , કદી ગાળ ,
બીજા ના આનંદ જોય , ટપકે મુખ થી લાળ,
બુઢાપા માં મળે નાં એક લાઠી,
આ છે કરુણતા એક ભિખારી ની .....

Copyright: Arpit Shah

Tuesday, October 5, 2010

તારી ઉપર મરું છું , હું તેથી જીવંત છું ,

A gazhal by Jagjit Singh..The lyrics are awesome !


જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું , હું તેથી જીવંત છું ,

ખુશ્બુ હજી છે બાકી , જો સુંઘી શકો મને ,
હું પાનખર નથી , વીતેલી વસંત છું ..

હદ્દ થી વધી જઈશ તો , તરતજ મટી જઈશ ,
બિંદુ ની મધ્ય માં છું, તેથી અનંત છું ...

રસ્તે પલાઠી વાળી,  ને બેઠો છું હું મારી ,
ને આમ જોઈએ તો , નાં સાધુ નાં સંત છું ...

જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું , હું તેથી જીવંત છું ,

Wednesday, September 29, 2010

નશો....

નજર માં નશો ગેહરો,
બધું ઝાંખું દેખાય ,
ઘડી આંખ ઓલવાય , 
ઘડી પગ લડખડાય,
ડગલે-પગલે સહારો તરસે નેત્ર,
પણ આપે ન સહારો કોય !
લડખડાતો-લડખડાતો ગોતે એ અદ્રશ્ય મંઝીલ ,
જ્યાં પોચવું છે અશક્ય ,
મન ખેંચે પાછળ, 
પણ હૃદય કહે વધ આગળ ,
પણ હૃદય ને ખબર નહિ , આ મંઝીલ છે પરાયી,
કેમકે નશો છે નઝર માં મદિરા નો નહિ 
પણ પ્રેમ નો ...

Copyright: Arpit Shah

Monday, September 20, 2010

તુજ થી મળી ને

તુજ થી મળી ને , હર મુલાકાતે, 
સુખમય થય જાઉં હું ,
વર્ષા જેમ ઝુમું હું,
વાસળી જેમ સૂરમય થાઉં ,
સિતાર જેમ મધુરો થાઉં ,
 આત્મા નૃત્ય કરે !
દેહ થી પરે પણ હોય અંતર્દેહ ,
સ્મૃતિ થાય સ્પર્શ થી ,
તુજ થી મળી ને , હર મુલાકાતે, 
સુખમય થય જાઉં હું ,

મારા મન માં રોજ ભરું તારી હાજરી,
જે દિવસ તું નાં મળ, તે દિવસ બેસ્વાદ જાય, 
રાત અર્થહિન લાગે ,
સૂર્ય નાં પેલી કિરણ જેમ શોધે મારા નેત્ર તને ,
મારા જીવન ની નવી પરિભાષા છો તું ,
તુજ થી મળી ને , હર મુલાકાતે, 
સુખમય થય જાઉં હું .........

Copyright: Arpit Shah

Tuesday, September 14, 2010

શું છે આ પ્રેમ ?

શું છે આ પ્રેમ ?

હૃદય નો મિલાપ ?
વ્યક્તિયો નાં સંબંધ ?
વ્યક્તિત્વ નો તાલમેલ ?
કોઈ સાથે મિત્રતા ?
કોઈ ની યાદ ?
કોઈ સાથે લાગણી ?
વિરહ ની વ્યથા ?
પ્રેમી ની ઝંખના ?

જે દુનિયા ભુલાવે એ પ્રેમ !
વિરહ માં જે જીવન અશક્ય કરે એ પ્રેમ !
કડવાહટ માં પણ મીઠાસ ઘોળે એ પ્રેમ !
જે પ્રેમી નાં તરછોડ્યા બાદ પણ લાગણી નાં મુકે એ પ્રેમ !
એક સુખ જે વ્યક્તિ પોતાના પ્રેમી નાં નેત્ર માં જોવે , એ પ્રેમ !
જે પ્રેમ નાં મળવા છતા પ્રેમ જાળવી રાખે એ પ્રેમ !

Copyright : Arpit Shah

Saturday, September 11, 2010

મિચ્છામી દુક્કડમ્

મંત્ર જ્યાં એ બોલે છે મિચ્છામી દુક્કડમ્
રસ્તાં નવાં ખોલે છે મિચ્છામી દુક્કડમ્

વાણીથી કરવતની ધારે કાપે પછી
હસ્તા હસ્તા બોલે છે મિચ્છામી દુક્કડમ્

ક્ષમાનો સૂરજ સંબધની ક્ષિતજે ઊગી
બંધ બારી ખોલે છે મિચ્છામી દુક્કડમ્

એક પલ્લામાં પથ્થર રાખીને માણસ
ફૂલોના ઢગ તોલે છે મિચ્છામી દુક્કડમ્

જે અંદરથી ઘૂં ટાયો છે એને ખોલો
અવસર આવી બોલે છે મિચ્છામી દુક્કડમ્

રાઇનો પર્વત થૈ ખીણોમાં પડઘાય છે
પર્વત શાને બોલે છે ? મિચ્છામી દુક્કડમ્

ઝીણા ઝરમર વરસે નેવાં આજે વ્હાલાં
અવસર આવી ડોલે છે મિચ્છામી દુક્કડમ્

- અમિત ત્રિવેદી

Friday, September 3, 2010

સન્નાટો

આજે પેહલી વખત સન્નાટો સાંભળી ,
લાગે મન ખાલી-ખાલી ,

સન્નાટા ની ધ્વની આજે મેહસૂસ કરી,
છુપાયેલી મન ની વીચલતાઓ  ઘણી ,
સન્નાટા ની રાહો છે ધુંધલી,
સન્નાટા માં પણ અશાંતિઓ ઘણી ,
સન્નાટા ને ચીરવા , નાં આવે અવાજ કહીં,
આજે પેહલી વખત સન્નાટો સાંભળી ,
લાગે મન ખાલી-ખાલી ,

Copyright: Arpit Shah

Monday, August 30, 2010

કણ માંગુ છું , આખું મન નહિ...

એક કણ માંગુ છું , આખું મન નહિ ,
મારો ભંડાર તુજ છો !. 
એક ઘૂંટ માંગુ છું , આખો ઘટ નહિ ,
મારો સરોવર તુજ છો ! ,
એક આંગણ માંગુ છું , આખું આભ નહિ ,
મારો ભ્રહ્માંડ તુજ છો !
એક પાંખડી માંગુ છું, આખું પુષ્પ નહિ ,
મારો વસંત તુજ છો !
તુજથી થોડો પ્રેમ માંગુ છું , પૂરું હૃદય નહિ ,
મારું જીવન તુજ છો !

Arpit Shah 2010

Thursday, August 26, 2010

મિત્ર...



Dedicated to all my friends...


મારી તકલીફ ને પોતાની ગણનાર ,
મારા સુખ-દુખ ને પોતાનો સ્વીકારનાર ,
મારી ભૂલો  ને સુધારનાર ,
મારા તોફાન-મસ્તી નો ભાગીદાર 
મારા જીવન નો એકમાત્ર આધાર ,
તું મારો મિત્ર !

મારા હોંઠ ખોલ્યા વગર , વિચારો તું પરખી લેશ !
મારા નયન વાંચી ને , દુખ સહુ ઓળખી લેશ !
જેના સાથ માં લાંબા રસ્તા પણ ટૂંકા લાગે !
જેના વગર દિવસ માં પણ અંધારા લાગે !
તું મારો મિત્ર !

Copyright: Arpit Shah 2010

Tuesday, August 24, 2010

બેન

Dedicated to all my sisters: Tanvi, Juhi, Riddhi, Swati & Megha...on this wonderful day of Raksha Bandhan....miss u a lot tannu! (P.S: Ignore my stupid gramatical errors! )

મારો હાથ પકડીને ચાલજે,આ જીવન યાત્રા માં,
આ સંગાથ જાળવી રાખજે,આ જીવન યાત્રા માં ,
તું ફક્ત મારી બેન નથી, 
તું મારી મિત્ર, 
તું મારી માર્ગદર્શિકા ,
તું મારી પ્રેરણા !

તું મારા જીવન માં સ્વાતી જેમ સુંદર નક્ષત્ર !
પધારવા થી મળે રિદ્ધિ સર્વત્ર !
જુહી નાં પુષ્પ જેવી મધુરી સુવાસ  !
તનવી જેવું તારું આ અદભુત રૂપ ! 
તું ફક્ત મારી બેન નથી, 
તું મારી મિત્ર, 
તું મારી માર્ગદર્શિકા ,
તું મારી પ્રેરણા....!

Friday, August 20, 2010

આજ નો માનવી !

કેવો આ આજ નો માનવી !
જેના સાથ વગર ચાલે નહિ  , એને તરછોડી નાખે આ માનવી !
અભિમાન અને સ્વાર્થ માં રસ-તરબોળ છે આ માનવી ,
પરદયા ભુલાવી , પોતાનીજ દુનિયા માં વસેલો આ માનવી ,

પોતાની રીત સાચી કરવા , બધું ભૂલી જાય આ માનવી ,
જિદ્દ માં આવી , પોતે રચેલા ઉદ્દેશો નું ઉલ્લંઘન કરે આ માનવી !
પૈસા ખાતર પ્રેમ ને ત્યાગે આ માનવી !
પોતાનું અહં સાચવવા , સ્વજનો દ્વારા આપેલું માન ભૂલે આ માનવી !
વર્ષો નો સાથ ભુલાવી , નવી શરૂઆત રચે , આ માનવી !
કેવો આ આજ નો માનવી !

Copyright: Arpit Shah 2010

Wednesday, August 18, 2010

રાહ...

એક રાહ પર ચાલતો હતો ,
રસ્તો લાંબો છે, અંત ખબર નથી,
અંત છે, પણ દેખાતો નથી ,
કદી સૂર્ય નો પ્રકાશ દેખાય છે ,
કદી રાત્રી ના ગાઢ અંધકાર,

રસ્તે ઘણા મુસાફિર મળે છે ,
થોડો સાથ આપી , પોતાને રસ્તે ચાલ્યા જાય છે,
ઘણા મુસાફિર , હૃદય સ્પર્શી જાય છે,
એમના સાથ માટે, પોતાનો માર્ગ બદલી દઉં છું, 
પણ એ લોકો તો, પોતાનું કામ પતાવી , બીજા માર્ગે પહોચી  જાય છે !
અને હું , આ નવા માર્ગ પણ જેની માટે ચાલ્યો, એ ઈજ ભૂલી જાય છે!,
એકલો એકલો ફરી મારા માર્ગે પાછો ફરું છું,
ફરી એજ સૂર્ય નો પ્રકાશ, એજ રાત્રી નાં ગાઢ અંધકાર...

પણ માર્ગ માં પાછા ફરવા થી , એકલતા  લાગે છે,
સૂર્ય નો પ્રકાશ, તાપ લાગે છે , 
રાત્રી નાં અંધારા માં ડર લાગે છે,
દર-દર ની ઠોકરો થાય છે ,
નાના માં નાનું કાર્ય , ખુબ મુશ્કેલી થી થાય છે ,
મન માં મુંજવણ, શ્વાસ રૂંધાય છે ,
આ એકલતા મને બહુ ખાય છે..

Copyright: Arpit Shah 2010

વેદના

હવે તને જોવાનો કોઈ અર્થ નથી ,
મને સમજી શકે એવું તારું દિલ નથી,
તું તરછોડ્યા કરે, અને હું  તને ચાહ્યા કરું ,
આ વાત મને મંજુર નથી , પણ …
તને ચાહ્યા વગર રેહવાતું નથી …

આંખો રડી,  દિલ રડ્યું ,
હવે આંસુ સરવાનો કોઈ અર્થ નથી,
ભલે હું હાર્યો , ને તું જીત્યો , પણ …
મારી હાર જેવું દમ તારી જીત માં નથી …


-By Devang Shah 17th August 2010

Monday, August 16, 2010

જીવન નો આ કેવો ખેલ !

હું ચાહું છું કંઈ, અને થાય છે કંઈ!
હું બોલું છું કંઈ, લોકો સમજે છે કંઈ!,
હું વિચારું છું કંઈ , અને કરું છું કંઈ ,
મારા જીવન નો આ કેવો ખેલ છે , 
શું કરું છું , એજ ખબર નથી કંઈ !

જોવું છું હું કંઈ , અને દેખાય છે કંઈ !
માર્ગ શોધું હું કંઈ , પોચું હું કંઈ !
ગોતું હું કંઈ , મળે કંઈ !
મારા જીવન નો આ કેવો ખેલ છે , 
શું કરું છું , એજ ખબર નથી કંઈ !

Copyright: Arpit Shah 2010

Saturday, August 14, 2010

દુવિધા

દુવિધા માં ફસ્યો , ખુબ પ્રશ્નો કરે છે મન...
શું કરું , શું નાં કરું , એમાં ઓટ્વાયું આ જીવન,
સત્ય શું, અસત્ય શું ? 
ઉત્તર ની ઝંખના માટે , ખુબ પ્રશ્નો કરે છે મન..

તને પ્રેમ કરું કે નાં કરું?
સમાજ ની પરવાહ કરું કે નાં કરું?
તારા પર ભરોસો કરું કે નાં કરું?
કયા માર્ગે જાઉં અને કયો માર્ગ છોડું  ?
સમજાતું નથી હવે શું કરું..?
દુવિધા માં ફસ્યો , ખુબ પ્રશ્નો કરે છે મન...
ઉત્તર ની ઝંખના માટે , ખુબ પ્રશ્નો કરે છે મન.

Copyright: Arpit Shah

Thursday, August 12, 2010

વિશ્વાસઘાત

સ્વપ્ન માં પણ ના વિચાર્યું , તે એવું કામ કર્યું !
મન વિચલિત થયું ને મારું,  હૃદય નબળું પડ્યું,
ભરોસો હતો તારા પર , અને તેજ આ કાર્ય કર્યું?
આ વિશ્વાસઘાત કરી ને, તને શું સુખ મળ્યું ?

તારા થી કંઈ , છુપાવ્યું નાં હતું,
તારા થી કંઈ પરાયું નાં હતું,
અગણિત પ્રશ્નો ઉઠે છે મારા મન માં ,
કેમ તે આવું કર્યું, આ જીવનભર ના સંબંધ માં ?
આ સમંધ માં તિરાડ પાડી ને , તે કર્યું તે જે ધાર્યું,
આ વિશ્વાસઘાત કરી ને, તને શું સુખ મળ્યું ?

Copyright: Arpit Shah 2010

Wednesday, August 11, 2010

વરસાદ...

ટપ-ટપ  વરસાદ ની બૂંદો, !
મીઠી-મીઠી ધરતી ની મહેક !, 
છમ-છમ લેહારતા વૃક્ષ !
સન-સન કરતી હવાઓ ! 
ખોલે મારા અંતર પટ !
મયુર જેમ મન કરે છે નૃત્ય આજે !,

ચોતરફ વાદળા નાં અંધકાર ચીરતો, 
ઇન્દ્રધનુષ ગગન માં શોભી રહ્યો  ,
પક્ષિયોં નો મધુર કલરવ, ગૂંજે આ આકાશે !
મેઘ મલ્હાર નાં સુરો , મારા મન ને ઠંડક આપે !
આ ઠંડી બૂંદો થી મળે એવી શાતા !
આનંદ ઉપજે છે , તન માં આજે,
મયુર જેમ મન કરે છે નૃત્ય આજે !

-Copyright : Arpit Shah 2010

Tuesday, August 10, 2010

લાગે છે આ રાતડી , ઘોર અંધારી

આકાશ નાં તારા, આજે ઝાંખા પડ્યા કેમ ?
ચંદ્રમાં ની ચમક , આજે ફીકી પડી કેમ?
લાગે છે બધું ખાલી-ખાલી , 
લાગે છે  આ રાતડી , ઘોર અંધારી 

રિસાઈ ગયું લાગે છે, આ જીવન મુજથી ,
ખોવાઈ ગઈ છે , એ હુંફ મુજથી,
કેમ કાપુ હું  પલ-પલ , તારા વિરહ માં,
કેમ કહું તને , આ ચંદ પંક્તિ માં , 
તારા એક જવાબ માટે , હું તરસ્યો છુ ભારી,
લાગે છે  આ રાતડી , ઘોર અંધારી .....

Copyright: Arpit Shah 2010

Monday, August 9, 2010

અંધકાર

અંધકાર માં ભટકું છું, પ્રકાશ ની શોધ માં ,
દિપક ની માત્ર એક ઝલક તરસું છું , આ ઘોર અંધકાર માં ,

આ અંધકાર માં , પડ્યો હું એકલો ,
ના મિત્રો નો સાથ, 
ના સ્વજનો નો સંગાથ,
નેત્ર બંધ રાખું કે ખુલ્લા , મને ના મળે ઉજાસ ,
શોધું છું હું કોને ? એનો કરી રહ્યો પ્રયાસ ,
આંધળા ની જેમ , હાથે શોધું  માર્ગ  આ કાળી ગુફા માં,
અંધકાર માં ભટકું છું, પ્રકાશ ની શોધ માં ,
દિપક ની માત્ર એક ઝલક તરસું છું , આ ઘોર અંધકાર માં ,

-Copyright: Arpit Shah 2010

Saturday, August 7, 2010

આનંદ પરમાનંદ થઇ ગયો..

કદી મળ્યા નાં હતા આપણે, તોયે સંબંધ બની ગયો,
બન્યો એવો મધુરો ! કે આનંદ પરમાનંદ થઇ ગયો !!

ઝંખના કરી નોતી, તારી પ્રભુ પાસે ,
તોયે મળ્યું એવું સુખ, જે દેવતાઓ પણ નાં હો પાસે ! 
ક્ષણો બન્યા એટલા યાદ્કાર તારા સંગાથ માં,
આ યાદો અમર રેહશે , જન્મો જન્મ માં..
પણ તારા વિચાર માં,  હું એટલો ઘેલો બની ગયો !
કોઈ કહે , તું જીવન ભૂલી ને આ  સંબંધ માં મધ્મસ્ત બની ગયો !
કદી મળ્યા નાં હતા આપણે, તોયે સંબંધ બની ગયો,
બન્યો એવો મધુરો ! કે આનંદ પરમાનંદ થઇ ગયો !!

-Copyright , Arpit Shah 2010


રાત દિવસ ઉપકારો તારા યાદ બહુ આવે,



રાત દિવસ ઉપકારો તારા યાદ બહુ આવે,
રાત ચમકતા લાખ સિતારા, યાદ બહુ આવે!
રાત દિવસ ઉપકારો તારા યાદ બહુ આવે!


તે તો માફ કરી ને મારો સહજ સ્વીકાર કર્યો છે,
પણ મુજને અપરધો મારા, યાદ બહુ આવે,!
રાત દિવસ ઉપકારો તારા યાદ બહુ આવે!


મારી નાનકડી દુનિયા મા, પગલા તે પાડ્યા છે,
તારી આ કરુણા ની ધારા, યાદ બહુ આવે !
રાત દિવસ ઉપકારો તારા યાદ બહુ આવે!


તારી યાદ મા ખૂબ રડ્યો છુ, ત્યારે તૂ મડ્યો છે,
કોક દિવસ ઍ આંસુ ખારા, યાદ બહુ આવે !
રાત દિવસ ઉપકારો તારા યાદ બહુ આવે!
Ashish Mehta

યાદ આવે તારી ...

ક્ષણ ક્ષણ લાગે છે મને ભારી ,
મને યાદ આવે તારી,

તરસે છે મારા નયન, તારા દર્શ માટે,
તરસે છે મારું મન, તારા સ્પર્શ માટે ,
આ વિરહ મને લાગે છે ભારી,
મને યાદ આવે તારી..

તારી મધુરી વાણી ની યાદ આવે ,
તારું હસતું મુખ, મારા મુખ પર સ્મિત લાવે,
ક્ષણ ક્ષણ લાગે છે મને ભારી ,
મને યાદ આવે તારી...

તારા શબ્દો માટે આતુર રહું છું,
તારા પત્રો ને હું યાદ કરું છું,
ગમગીન બની ગયો રાહ માં તારી,
મને યાદ આવે તારી ....
મને યાદ આવે તારી..

Copyright: Arpit Shah 2010